બાપુજી ના સેવા કર્યો માં, બાળકો થી માંડી ને અબાલ વૃદ્ધ, બધાજ હંમેશ પ્રેરણા ના સ્ત્રોત રહ્યા।
બાળકો-વિદ્યાર્થી ઓ નું એ વિશેષ ધ્યાન રાખતા ,ભણતર થી કોઈ બાળક વંચિત ના રહેવી જોઈએ, સાથે સાથે રમત ગમે પ્રત્યે પણ બાળક ને રુચિ થાય અને એને પ્રોત્સાહન મળે તે માટે સાતત પ્રયત્નશીલ રહેતા, પરીક્ષા ના સમયે બાળકો – વિદ્યાર્થીઓ ની વિશેષ કાળજી લેતા।
જીવન માં હંમેશ સાચી વસ્તુ સ્થિતિ નો સ્વીકાર કરવો & અનર પ્રામાણિક પાને સમાજ ના હિટ માં એનો તરતજ અમલ કરવો એવા એકદમ સરળ અને વિનમ્ર સ્વભાવ, જેમાં અહં કે અહંકાર જેવું ક્યાંય દૂર દૂર સુધી નહોતું, ન અમને કદી એને નજીક આવવા દીધું।
“માનવ સેવા એજ પ્રભુસેવા” એ ગુરુ મંત્ર એમને જીવન માં આત્મસાદ કરીલીધો હતો અને સતત એમજ ઓતપ્રોત રહેતા।
સોઉથી પુણ્યશાળી કામ એટલે ભૂખ્યા અને ગરજું માણસ ને ભોજન આપવું, આ કલ્યાણ નું કામ એમને સવિશેષ એવા ગરીબ સામાન્ય માણસો માટે ચાલુ કારવ્યું જે લોકો ના આપ્તજન દવાખાનઆ માં સારવારમાટે દાખલ હોય, સાથે એવા તમામ સેવાભાવી માણસો ને ભેગા કર્યા જેમને આ સેવા ના કામ માં રસ હોય, અને એનું એકદમ ઉત્કૃષ્ઠ અને સરળ આયોજન કર્યું।આ સેવા ના કાર્ય માં ખાસ કરી ને બાળકો ને સમાવવા જેથી નાનપણ થી જ તેમના માં સેવા ભાવના ની પ્રવૃત્તિ નું સિંચન થાય સાથે એમને બહાર ના વ્યવહાર નું પણ ગ્ન્યાન થાય એનો અનુભાવ મળે એનું ધ્યાન રાખતા તથા એ માટે સતત પ્રયતનયા શીલ રહેતા
જીવન માં ગમે તે કામ કરો, નોકરી કરો, અથવ ધંધો કરો, હંમેશા, સંસ્થા, દેશ – સરકાર કોઈપણ સંજોગો માં મર્યાદામાં રહી ને હંમેશા પ્રામાણિક રહેવું, ભલે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ના આવી જાય?
કઠિન સમય માં, પૈસા ના વ્યવહાર માં, આપણા પાર વિશ્વાસ મૂકી ને જે માણસ આપણી પડખે ઉભો હોય ,તેને દુઃખ થાય કે વિશ્વાસઘાત થાય તેવું કદી પણ વર્તવું નહિ।
બાપુજી ને સંગીત અને ભજન પ્રત્યે સવિશેષ રુચિ હતી, સાથે સાથે ભજન – સંગીત ના રસિકો માટે એનું આયોજન સમય અંતરાલે – ધાર્મિક પ્રસંગે કરતા હતા।
સતત સમાજ કલ્યાણ માટે કૈક નવું કરવાની ,નવી શીખવાની ભાવના જીગનયસા ને લઇ ને બાપુ જી એ સમગ્ર ભારત ભ્રમણ કર્યું , વિદેશ યાત્રા કરી , પ્રેરણા લેતા રહ્યા ,પ્રેરણા આપતા રહ્યા,સતત મન માં એકજ ભાવ “માનવ સેવા એજ પ્રભુ સેવા”
બાપુજી ની આજીવ થી શિવ ની યાત્રા નું છેલ્લું ચારણ પણ રસપ્રદ રહ્યું, બાપુજી એ એવો સમય પસંદ કર્યો જયારે સહુ કોઈ આનંદ કરતા હોય અને એમનું મહા-પ્રયાણ થાય, (એસમાંયે ઘર માં ધીરિકાકા ના દીકરા બ્રિજેશ નો લગ્ન પ્રસંગ ચાલતો હતો ), બધાજ આનંદ માં રહે સુખી રહે, એવી ભાવના સાથે આ કલ્યાણપુરુષે બધા ને આશીર્વાદ આપી શિવમાં લિન થયા.
ૐ નમઃ શિવાય